છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં વરસ્યો સામાન્ય વરસાદ

admin
1 Min Read

ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા દમણ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. તો રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે.

(File Pic)

જોકે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સૌથી વધુ એક ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમા સૌથી વધુ તાપીના નિઝર તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

(File Pic)

ઉપરાંત અમરેલી, સુરત, આણંદ, ખેડા, નવસારી તેમજ વલસાડના તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો. ત્યારે આગામી ચાર દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં સમાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જોકે દમણ અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Share This Article