હિન્દુ યુવા સંગઠનના પ્રમુખના જન્મદિવસની અનોખી ઉજવણી

admin
1 Min Read

મોટાભાગે લોકો પોતાનો જન્મદિવસ હોટલ કે કોઈ ક્લબ, રીસોર્ટમાં પાર્ટી કરીને મનાવતા હોય છે. જોકે, ડીસામાં છેલ્લા ઘણા સમયથી સેવાકાર્ય સાથે જોડાયેલ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવીને એક નવુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.  ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સેવાકાર્ય કરતા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઇ સોનીના જન્મ દિવસે પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નાસ્તા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝુંપડપટ્ટીમાં રહેતા  જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવ્યુ હતું. તેમજ વુધ્ધાશ્રમમાં પણ ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ ગરીબોના આશીર્વાદ લઈને  હિન્દુ યુવાન સંગઠનના પ્રમુખના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડીસામાં હિન્દુ યુવા સંગઠન છેલ્લા બે વર્ષથી કાર્યરત છે જે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લે છે.  શિયાળાની સીઝનમાં આ સંગઠન દ્વારા ગરમ ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે.

Share This Article