બ્રાઝિલની સાએ પાઉલો યુનિવર્સિટી દ્રારા એક રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચ મુજબ ડ્રાઈવિંગ દરમિયાન મ્યૂઝિક સાંભળવાથી કાર્ડિયેક સ્ટ્રેસ ઘટાડી શકાય છે. મળતી માહિતી મુજબ, ડ્રાઈવિંગ દરમિયાન તણાવ મહેસૂસ કરતા લોકો માટે બ્રાઝિલ દ્વારા કરાયેલું રિસર્ચ સારું પુરવાર થઇ શકે છે. કોમ્પિલિમેન્ટ્રી થેરપી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં 18થી 23 વર્ષની 5 મહિલાઓ પર અભ્યાસ કરવામા આવ્યો હતો. તેમાં મ્યૂઝિકની અસર કાર્ડિયેક સ્ટ્રેસ પર કેવી રીતે થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચ કરવા માટે વોલન્ટિયર્સને 2 દિવસ માટે શહેરના વિવિધ સ્થળો પર અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના પછીના જ દિવસે તે લોકોને મ્યૂઝિક સાથે ડ્રાઈવ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં સામે આવ્યું કે મ્યૂઝિક ન સાંભળીને ડ્રાઈવ કરતી વખતે વોલન્ટિયર્સના હાર્ટ રેટમાં વધારો જોવા મળે છે પરંતુ મ્યૂઝિક સાંભળીને ડ્રાઈવ કરતા લોકોમાં નર્વસ સિસ્ટમની એક્ટિવિટી ઓછી જોવા મળે છે. રિસર્ચમાં સામેલ ડોક્ટર વાલેન્ટિ જણાવે છે કે ડ્રાઈવિંગ દરમિયાન મ્યુઝિક સાંભળવાથી કાર્ડિયોવાસ્ક્યિલર રોગોનાં જોખમને પણ ઘટાડી શકાય છે. જોકે, આ મ્યુઝિક ઓછા અવાજે સંભાળવું હિતાવહ છે, જેથી આસપાસના વાહનોનો અવાજ સાંભળી શકાય.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
