સાબરકાંઠા-વિહાર કરી ચાલતા જતા જૈન સાધ્વી અને શ્રાવિકાનો અકસ્માત

Subham Bhatt
2 Min Read

સાબરકાંઠા જીલ્લાના ઈડર વડાલી હાઈવે રોડ છેલ્લા કેટલાક સમયથી ફોરલેન હાઈવે બનાવવાનુ કામ મંથર ગતિએ ચાલી રહ્યુ છે પાકા ડાયવર્ઝન વગર ઇડર વડાલી ટુ લેન થી ફોરલેન બનતા નવીન રોડ પર સોમવારની સમી સાંજે જૈન સમાજના સાધ્વી અને શ્રાવિકા ઈડરથી વિહાર કરી વડાલી તરફ ચાલતા જઈ રહ્યા હતા રોડની સાઈડ ચાલતા જૈન સાધ્વી અને શ્રાવિકાને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા બંનેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ઈડર ની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યા હાજર તબીબોએ જૈન સાધ્વી અને શ્રાવિકાને મૃત જાહેર કર્યા હતા વિહાર કરી ચાલતા જતા જૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

Accident of Jain Sadhvi and Sravika while walking in Sabarkantha

રોડ પર બનેલા ગોઝારા અકસ્માતને લઇ ઈડર ડી.વાઈ.એસ.પી , વડાલી પી.એસ.આઇ ઈડર પી.આઇ સહીત નો પોલીસ કાફલો હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો અને સમી સાંજે વિહાર કરી ચાલતા જતા જૈન સાધ્વી અને શ્રાવિકાને ટક્કર મારી પલાયન થયેલા વાહનચાલકની શોધખોળ હાથધરી હતી રોડ અકસ્માતમા મુત્યુ પામેલા બંને મૃતકોનુ પંચનામુ કરી પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા ત્યારે રોડ અકસ્માતમા જીવ ગુમાવનાર જૈન સાધ્વીની વડાલી શહેર ખાતે વાજતે ગાજતે પાલકી યાત્રા નીકળી હતી ડી.જે , બગી , ઢોલ સાથે નીકળેલી પાલકી યાત્રામા જૈનના સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામા જોડાયા હતા અને સાધ્વીના અંતિમ સંસ્કાર કરી જૈન સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ વાહન ચાલક વિરુદ્ધ કડકમા કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો બનતા રહે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તો નિર્દોષ લોકોના જીવ બચી શકે છે.

Share This Article