આમોદ – સરભાણ માર્ગ પર કાર પલટી જતા ત્રણ લોકોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ – સરભાણ માર્ગ પર આવેલા રોધ ગામ પાસેથી પસાર થઇ રહેલી કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આગમાં કારમાં સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ત્રણને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં મુખતાર અબ્બાસઅલી , મહંમદ સાદીક શેખ, નીતીન શુરેશ સરીતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમણે મૃતદેપોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -