ભરુચ-નેત્રગની આઠ વર્ષની અફીફા બાનુએ પુરા માસના રોઝા રાખ્યા

Subham Bhatt
1 Min Read

રમઝાન નો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાકેટલાક શેખ અફીફા બાનુ મતીન ભાઈ એ પોતાના જીવનના પૂરા માસના રોઝા રાખી ખુદાની બંદગી કરીઅન્યો માટે પ્રેરણાદાયી બની હતી. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનોત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હતો અને રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા ગરમીમાં સમાન સાબિત થયો હતો.

Afifa Banu, an eight-year-old girl from Bharuch-Netrag, fasted for a whole month

ધોમધખતા તાપનીપરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખીપોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી. પવિત્ર રમઝાન માસ ના રોઝા ની શરુઆત થતા જ શેખ અફીફાબાનુ મતીન ભાઈ એ એક મહીનાના રોજા રાખ્યા હતા ,જયારે નેત્રંગ જવાહર બજાર રહેતી શેખ  અફીફાબાનુ મતીન ભાઈ એ કાળઝાળ ગરમીમા માત્ર 8 વર્ષ ની ઉંમર માં પોતાની જિંદગીનો એક મહિનાથીરોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ ખ઼ુદા ની બંદગીકરી  હતી, પરિવાર તરફથી રોજા રાખનાર શેખ અફીફા બાનુ ને પ્રથમ એક મહિનાના રોજા ની મુબારકબાદી પાઠવી હતી…

Share This Article