ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના રડવાના વારા આવ્યા, પરિવારમાં તિરાડ….?

admin
1 Min Read

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ભલે ડોનાલ્ડ ટ્રમ્પ ન સ્વીકારી રહ્યા હોય પરંતુ તેમના પરિવારના અનેક સભ્યોને લાગે છે કે હવે તેમણે પોતાની ‘જીદ’ છોડી દેવી જોઈએ. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, પુત્રી ઇવાંકા અને પત્ની મેલાનિયા ઈચ્છે છે કે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારી લે.

બાઈડનથી હાર્યા બાદ ટ્રમ્પે સત્તાવાર રીતે પોતાની હાર સ્વીકારી નથી અને તેમણે ડેમોક્રેટ ઉમેદવારે ચૂંટણીમાં ગેરરીતી આચર્યાનો આક્ષેપ કર્યો છે. બીજીબાજુ અમેરિકાની ચૂંટણીના પરિણામ બાદ હવે ટ્રમ્પનું પારિવારીક જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ટ્રમ્પ પ્રશાસનના એક પૂર્વ સહયોગીના દાવા અનુસાર, મેલાનિયા ટ્રમ્પ આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપી શકે છે.

વ્હાઈટ હાઉસ છોડવાની સાથે મેલાનિયાની યોજના હવે ટ્રમ્પનો સાથ છોડવાની પણ છે. ડેલી મેઇલે મેલાનિયાના એક ભૂતપૂર્વ સહયોગીના હવાલાથી આ દાવો કર્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ મેલાનિયા ટ્રમ્પ પોતાની હાર સ્વીકા કરવાની અને વ્હાઈટ હાઉસ છોડવાની રાહ જોઈ રહી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવેલી તેની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે આ દાવો કર્યો છે. તેણે ત્યાં સુધી કહ્યું કે, વાઇટ હાઉસમાં ટ્રમ્પ દંપત્તિના બેડરૂમ પણ અલગ-અલગ હતી અને તેના લગ્ન એક સોદો હતો.

Share This Article