ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે – M.COM સેમ-3ની 10 હોલ ટિકિટમાંથી ફોટા ગાયબ

admin
1 Min Read

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી સેમેસ્ટર પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે એમકોમ સેમેસ્ટર-3ની એક્સટર્નલ પરીક્ષા આપનાર 10થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાંથી ફોટો ગાયબ થઈ ગયો હતો. મહત્વનું છે કે દર વર્ષે પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં ખોટા નામો, ખોટી વિગતો અને ફોટા છપાયા વગરની હોલ ટિકિટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

ઉલ્લેખની છે કે વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે પરીક્ષા વિભાગમાં રજૂઆત કરાતા હોલ ટિકિટમાં તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ પાસેથી પાસપોર્ટ સાઈઝનો ફોટો મંગાવી હોલ ટિકિટમાં લગાવી તેના પર સિક્કો મારી આપવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ટાણે વિવિધ પ્રકારના છબરડાઓ થાય છે, પરંતુ આ છબરડાઓ જડમૂળથી ગાયબ થતાં જ નથી. પરીક્ષા ટાણે છોકરાઓની હોલ ટિકિટમાં છોકરીઓના નામનો ઉલ્લેખ , વિદ્યાર્થીઓની કોલેજના નામમાં ભૂલ, પરીક્ષા કેન્દ્રના નામોમાં ભૂલ સહિતના છબરડાઓ થતા હોવાથી સૌથી વધારે પરેશાનીનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડે છે. આ અંગે ફરિયાદો કરાઈ હોવા છતાં સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી

Share This Article