કોહલી ટેસ્ટ રેન્કિંગમાં 936 પોઈન્ટ સાથે બીજા ક્રમે

admin
1 Min Read

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે અણનમ 254 રન બનાલ્યા બાદ ક્રિકેટ જગતમાં તેની બોલબાલા વધી ગઈ છે ત્યારે કોહલી અને તેના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિરાટ કોહલી હાલમાં ટેસ્ટ રેન્કિંગની યાદીમાં 936 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમાંકે છે અને વર્લ્ડ નંબર 1 બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કરતા માત્ર 1 પોઈન્ટ પાછળ છે.

મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા કોહલી અને સ્મિથ વચ્ચે 34 પોઈન્ટનું અંતર હતું. પરંતુ કોહલીએ  લાજવાબ બેટિંગ અને કેપ્ટનસિપ કરી હતી જેના કારણે તેને પોઈન્ટ ટેબલમાં સારી બઢત મેળવી હતી. કોહલી સિવાય ટોપ-10ની યાદીમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેનું નામ પણ સામેલ છે, પુજારા 817 પોઈન્ટ સાથે 4થા ક્રમાંકે છે જ્યારે રહાણે 721 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે.

તો બીજી તરફ બોલરોની યાદીમાં બુમરાએ ત્રીજા નંબરે તેનું સ્થાન યથાવત રાખ્યું છે.

જ્યારે અશ્વિન 792 પોઈન્ટ સાથે 7મું સ્થાન ધરાવે છે જ્યારે રવિન્દ્ર જાડેજા 735 પોઈન્ટ સાથે 14મા સ્થાને છે. જો કે ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા 414 પોઈન્ટ સાથે બીજું સ્થાન ધરાવે છે.

Share This Article