ગુજરાતમાં જાણે બાળકો પર ઘાત હોય તેમ બાળકોના અકસ્માત થવાના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે તાપીમાં 3 વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગતાં 1નું કરૂણ મોત નીપજ્યું છે.તાપીના વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયમાં આ દુર્ધટના બની હતી. જ્યાં સંચાલકોની ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થિનીઓને કરંટ લાગ્યો હતો. શાળાની હોસ્ટેલમાં ભણતી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં આવેલા નાળિયેરના વૃક્ષ પર ચડવાની કોશીશ કરી રહી હતી.જો કે નાળિયેરના ઝાળમાં ખુલ્લો વીજવાયર અડકેલો હોવાથી 3 વિદ્યાર્થિનીઓને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી એક બાળકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઘાયલ 2 વિદ્યાર્થિનીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે.ઉલેખનીય છે કે આ ઘટના જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને શાળાના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

 


 
		 
		 
		 
		