આગથળા ગામે ગુરુજીના મંદિરે લોકમેળો ભરાયો

admin
1 Min Read

હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી છે. દિવાળી બાદ દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આજે કારતક સુદ પૂનમના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે. ભારતીય સંસ્કૃતિમાં મેળાનું એક આગવું સ્થાન રહેલું છે. વર્ષોથી અનેક જગ્યાઓ પર પ્રાચીન મેળાઓ ભરાતા આવ્યા છે. આ મેળાઓ પાછળ અનેક કથાઓ પર લખાયેલ છે.  લાખણીના આગથળા ગામે ભાદરવી પૂનમે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો હતો અને લોકોની ભીડ જામી હતી. લાખણી નજીક આવેલ આગથળા ગામ આવેલ છે. જેમાં ગુરુજીનું મંદિર આવેલું છે અને વર્ષોથી અહીંયા મેળો ભરાય છે અને આજુબાજુના ગામના લોકો આ મેળાનો આંનદ લેતા હોય છે. ભાદરવી પૂનમના દિવસે વર્ષોની પરંપરા મુજબ અહીંયા દર વર્ષે મેળો ભરાય છે અને કોઈ ઝગડા કે કોઈ વિઘ્ન ન બને તે માટે પોલીસ મિત્રો પણ આખો દિવસ ખડેપગે રહી મેળામાં હાજર રહે છે. દેવદિવાળી નિમિતે સફળતાપૂર્વક મેળાનું આયોજન કરવામાં આવે છે.

 

 

Share This Article