અમદાવાદ : બુટલેગરો બન્યા બેફામ

admin
1 Min Read

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ છાસવારે દારૂ પકડાવવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે દારૂ લાવવા માટે હવે બુટલેગરોએ પણ નવી મોડસ ઓપરેન્ડી વાપરે છે. અમદાવાદ શહેરમાં એક ટેમ્પોમાં દૂધના કેરેટો નીચે છુપાવીને દારૂ લઇ જવામાં આવતો હતો, ત્યારે પીસીબીને બાતમી મળતા બે ઈસમોની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં પીસીબીને મળેલ બાતમીના આધારે એક મીની પીકઅપ દૂધ વાહનમાં દૂધના કેરેટમાં નીચેના ભાગે ચોરખાનું બનાવીને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો બહારથી ભરી લાવી સુભાષ બ્રિજથી અખબાર નગર તરફ જતા માર્ગ પર પોલીસ દ્વારા વાહન રોકી તેમાં કેરેટની ચકાસણી કરવામાં આવતા કેરેટ ખાલી જોવા મળ્યા હતા. પરંતુ પોલીસને શક જતા ટ્રોલી નીચેના બે બોલ્ટ મળતા અન્ય બોલ્ટ ખોલી ટ્રોલી ઉંચી કરી હતી, ત્યાં જોતા જ મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. દૂધની હેરાફેરી માટે વપરાતી પીકઅવ વાન જેવી વાનમાં દૂધના કેરેટ મૂકવાની જગ્યાની નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રાજસ્થાનમાંથી લવાતી દારૂની ૨૩૯ નંગ મળી આવી હતી. કેરેટની નીચે ગુપ્ત ખાનું બનાવી બોટલો સંતાડી હતી, ત્યારે બન્ને ઇસમોની પોલીસે અટકાયત કરી વાડજ પોલીસ મથક લાવી તેમના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે એક ઈસમ ઉપર ભૂતકાળમાં પણ સાબરમતી અને સોલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનના ગુન્હા નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article