અમરેલી : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં

admin
2 Min Read

રાજુલા ના હિંડોરણા થી ચારનાળા સુધી નેશનલ હાઈવે જાણે ધુળીઓ માર્ગ કરતા પણ અતિ બિસ્માર હાલત છે,આ નેશનલ હાઈવે ત્રણ ચાર વર્ષ થી ફક્ત દેખાડો કરવા જ રીપેરીંગ  કરવામાં આવે છે.ભાવનગર સોમનાથ નેશનલ હિંડોરણા થી ચારનાળા સુધી નો ચાર કિલોમીટર નો હાઇવે પસાર કરવા માટે એક કલાક જેટલો સમય થાય છે આ હાઈવે પર થી પસાર થવામાં નાના વાહન ચાલકો અકસ્માત નો ભોગ બનવાની ભીતિ રહે છે બ તેમજ કોઈ અકસ્માત થાય તો ઇમરજન્સી ૧૦૮ પણ સમય સર પહોંચી શકતી નથી.ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રાજુલા અને જાફરાબાદ માં આવેલ  મલ્ટી નેશનલ કંપનીઓ ને જોડતો આ એક માત્ર  હાઇવે તે પણ અતિ બિસ્માર હાલતમાં છે આ નેશનલ હાઈવે પર થી દરરોજ હજારો લોડીંગ વાહનો પસાર થાય છે આ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા સરકાર તથા તંત્ર ને અનેકવાર રજૂઆતો કરી છતાં પણ હજુ સુધી આ રોડનું રીપેરીંગ કામ આજદિન સુધી ચાલુ થયું નથી.૩૩ મહિનાઓમાં નેશનલ હાઇવે ફોરલેન રોડનું કામ પૂર્ણ કરવા નું કેન્દ્રીય મંત્રી એ ઉદ્ઘાટન સમયે વચન આપ્યું હતું પરંતુ ૩૩ મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતા આ નેશનલ હાઇવે નું ૫૦ ટકા પણ કામ હજું સુધી પૂર્ણ થયું નથી.મંદ ગતિએ થતાં નેશનલ હાઇવેના કામનાં કારણે વાહનચાલકો દરરોજ હેરાન પરેશાન થાય છે તથા સતત અકસ્માતનો ભય રહે છે.રાજુલા પ્રાંત અધિકારીશ્રી એ ગતરોજ ટ્વીટર પર આ રોડ માટેના નાણાં મંજૂર કરવામાં આવ્યા છે અને રોડ નું રીપેરીંગ કામ ગતરોજ થી શરું થશે તેવું જણાવ્યું હતું પરંતુ હજું સુધી આ રોડનું કામ ચાલુ થયું નથી.

Share This Article