બનાસકાંઠા : થરાદ સાચોર હાઇવે પરથી દારુ ઝડપાયો છે

admin
1 Min Read

બનાસકાંઠા એલસીબીના ઇંચાર્જ પી.આઇ. પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ ટીમના મહેશભાઈ, મિલનદાસ, શૈલેષભાઈ, પ્રકાશભાઈ, રમેશભાઈ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન પ્રકાશભાઈને મળેલ ખાનગી બાતમીના આધારે સાંચોર થરાદ હાઇવે રોડ પર મિયાલ ગામની સીમમાં આવેલ શ્રીમહાદેવ હોટલ આગળથી એક બિનવારસી ટ્રેલર નંબર RJ-19-GC-9715માં તલાશી લીધી હતી. જેમાં સિરામીક માટીની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો જણાયો હતો. આથી પોલીસે ટ્રેલર કબજે લઇ તેને થરાદ મથકમાં લાવી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ 1200 કી.રૂ 6,00,000 તથા ટ્રેલર કિ.રૂ. 10,00,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.16,00,000 નો કબજે લીધો હતો. જો કે ચાલક મળી ન આવતાં તેની સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીયછેકે થરાદમાં છેલ્લા પાંચ દિવસમાં આ ચોથી ટ્રક દારૂની ઝડપાવા પામી હતી.

Share This Article