Connect with us

અમદાવાદ

શરુ થયાના 1 મહિનામાં તો સી પ્લેન પડ્યું બંધ…સર્વિસ માટે લઈ જવાયું માલદીવ

Chintan Mistry

Published

on

31 ઓક્ટોબરે શરૂ કરાયેલી બહુચર્ચિત સી પ્લેન સેવા બંધ થઈ છે. સી પ્લેનને સર્વિસ માટે પુનઃ માલદીવ લઈ જવાયું છે. ત્યારે અમદાવાદમાં આ સેવા પુનઃ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. જોકે, પ્લેન ક્યારે પાછુ આવશે તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે, ગત 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ આ સર્વિસ શરૂ કરાવી હતી.

ત્યારે એક મહિના કરતા પણ ઓછા સમયમાં જ સી પ્લેન સેવા બંધ થઈ છે. ગત 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ હજી એક મહિનો પણ થયો નથી, ત્યાં સી પ્લેન બંધ થયું છે.

સી પ્લેનને મેઈનટેનન્સ માટે માલદીવ્સ લઈ જવાયું છે. જોકે, તે ક્યારે આવશે તેની જાણકારી અપાઈ નથી. સ્પાઈસ જેટ દ્વારા આ સી પ્લેન સર્વિસ સંચાલિત છે. સી પ્લેન માલદીવ્સ માટે મેઈનટેનન્સ માટે ગયુ છે. ત્યાંથી કામ પૂર્ણ થતા જ પરત આવશે.

અમદાવાદ

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

Chintan Mistry

Published

on

આગામી પહેલી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, કેબિનેટમાં ધોરણ 9 અને 11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અગાઉ ધો. 10,12માં કલાસરૂમમાં શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે. બીજીબાજુ કોરોનાની ગાઈડલાઈન મુજબ ટ્યુશન ક્લાસ 1 ફેબ્રુઆરીથી શરુ કરવા પણ અનુમતી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

Continue Reading

અમદાવાદ

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Chintan Mistry

Published

on

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ માટે શાહીબાગ ખાતે આવેલ બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર શાહીબાગના કોઠારી પૂજ્ય આત્મકીર્તિ સ્વામી, પૂજ્ય નિખિલેશ સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં ઠાકોરજીના વિધિવત વેદોક્ત પૂજન બાદ રસીકરણનો આરંભ થયો હતો.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિ. શ્રી વિપુલ મહેતા, મેડી. ઓફિસર હેલ્થ શ્રી ભાવિનભાઈ સોલંકી, ડેપ્યુટી હેલ્થ ઓફિસર (મધ્ય ઝોન) ડો. હેમેન્દ્ર આચાર્ય, આસિ. કમિ. શાહીબાગ વોર્ડ સાગરભાઈ પિલુચીયા સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલ તથા કોર્પોરેશનના ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફે રસીકરણનો લાભ લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના વિકટ સંજોગોમાં લોકહિતના અનેક સેવાકાર્યોનું વહન કરનારી બી.એ.પી.એસ. સંસ્થા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી કોરોના રસીકરણ અભિયાનમાં પણ વડોદરા અને સુરત બાદ અમદાવાદમાં પણ રસીકરણ કેન્દ્ર માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડીને ખૂબ મહત્ત્વનું યોગદાન આપી રહી છે. અંદાજે 100 જેટલા લોકોને રસી આપવામાં આવી છે.

Continue Reading

અમદાવાદ

હવે ગાંધીનગર અને અમદાવાદની મુસાફરી કરતા મુસાફરોને મળશે નવી સુવિધા

Chintan Mistry

Published

on

ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેકટ્રીક બસ દોડાવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રોજ મુસાફરી કરતા લોકોને ઘણી રાહત મળશે.

ગાંધીનગર અને અમદાવાદમાં પ્રદૂષણને ઘટાડવા માટે એપ્રિલ માસમાં ઇલેક્ટ્રિક બસો ફાળવાશે. જોકે પ્રથમ તબક્કે 1 બસની ટ્રાયલ કર્યા બાદ તેને ઓકે કર્યા પછી જ એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર અમદાવાદ વચ્ચે 20 બસ દોડાવાશે.

કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર-અમદાવાદમાં પ્રદૂષણ અટકાવવા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસમાં 20 જેટલા મુસાફર મુસાફરી કરી શકશે. રાજ્ય સરકારે એપ્રિલ 2021માં ઇલેકટ્રીક બસ સેવા શરુ કરાશે, શરુઆતમાં 30 જેટલી ઇલેકટ્રીક બસ દોડશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં પ્રદૂષણને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક બસો દોડાવામાં આવશે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર જોકે પ્રથમ તબક્કે 1 બસની ટ્રાયલ કર્યા બાદ તેને મંજૂરી આપ્યા પછી જ એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 30 ઇલેક્ટ્રિક બસો દોડાવાશે. એસી, અવાજ નહીં કરે તેવી તેમજ ઓછા સીટીંગ વાળી અને પ્રદૂષણ મુક્ત બસ હોવાનું એસ ટી નિગમના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

Continue Reading
બજેટ 202146 mins ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ1 hour ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત2 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ3 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત7 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ9 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ10 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.