રસ્તા પર બેફામ દોડતા ડમ્પર : હાઈડ્રોલિક્સ ખુલી ગયું છતાં ડ્રાઈવર ડમ્પર હંકારતો રહ્યો

admin
1 Min Read

શહેરમાં ફોર વ્હીલર વાહનો સિવાયના વાહનોના પ્રવેશ અને તેના આવનજાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જોકે, સરખેજ ગાંધીનગર હાઇવે પણ શહેરની હદમાં આવી જતો હોવાથી આ નિયમ ત્યાં પણ લાગુ પડતો હોય છે ત્યારે એસજી હાઇવે પર માતેલા સાંઢની જેમ હંકારાતા ડમ્પરો કોઈનો જીવ લઈ લે તેવી ઘટના સામે આવી છે. હકીકતમાં એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. જોકે તેમ છતાં ડ્રાઈવર બેફામ રીતે ડમ્પર હંકારતો રહ્યો હતો અને ડમ્પરનો પાછળનો ભાગ ધડાકાભેર ઓવરબ્રીજ સાથે ધડાકાભેર અથડાયો હતો. જોકે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારના ડમ્પરો શહેરમાં બેફામ દોડી રહ્યા છે જેના કારણે અવાર નવાર અકસ્માત પણ સર્જાતા હોય છે.

https://twitter.com/TheSquirrelin/status/1322788571057586177?s=20

Share This Article