ગોધરામાં પોલીસ દ્વારા એર બલૂન કેમેરા કાર્યરત કરાયા, લોકડાઉનનું ભંગ કરનારાઓમાં ફફડાટ

admin
1 Min Read

ગોધરા શહેરમાં હવે લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી માટે પંચમહાલ પોલીસ દ્વારા એર બ્લુન કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, હાલમાં દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે.  તેને લઈ દેશમાં અને રાજયભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે.  

હાલમાં લોકો લોકડાઉનનો વારંવાર ભંગ કરી રહ્યાં છે તેને લઈ પંચમહાલ પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજી અપનાવી એર બલુન કેમેરા હવામાં તરતા મુકવામાં આવ્યા છે અને તેઓની સામે એર બ્લુન કેમેરાની બાજ નજર રાખવામાં આવશે.  આ હવાઈ કેમેરાથી ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના મુખ્યમાર્ગથી લઈ નાની શેરીઓમાં સતત ૨૪ કલાક કાર્યરત કરી લોક ડાઉનમાં હોમ કોરનટાઈન અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા લોકો ઉપર સીધી નજર રાખી શકે તેવા બે જેટલા એર સર્વેલન્સ બલૂન કેમેરા મુકીને કાર્યવાહી કરવામાં આવશે.  

આ હાઈ ડેફિનેશન કેમેરાથી સજ્જ એર બેલૂન જે તે વિસ્તારમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીના મોબાઈલ સાથે કનેક્ટ રહેશે. જે તે વિસ્તારની ગતિ વિધિ અને બિન જરૂરી ઘરની બહાર ફરતા લોકો સામે સતત ૨૪ કલાક સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.  ડ્રોન કેમેરા સામે હાલ એર બેલૂન કેમેરા વધુ કારગર સાબિત થઈ રહ્યા છે.

Share This Article