પાલઘર સાધુઓની હત્યાનો મામલો, 101 આરોપીઓમાં એક પણ મુસ્લિમ નહીં

admin
1 Min Read

મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની હત્યા મામલે સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે..આ મામલે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક અસરથી પગલા લેતા 101 આરોપીઓની યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, 101 આરોપીઓમાં કોઈ મુસ્લિમ નથી.

16 એપ્રિલના રોજ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના કેસની તપાસ હવે સીઆઈડીને સોંપવામાં આવી છે.  અનિલ દેશમુખે કહ્યું કે આ લિસ્ટ એટલા માટે જાહેર કરવામાં આવું છે કારણે કે આ મુદ્દાને હવે સાંપ્રદાયિક રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે પાલઘરમાં બે નિર્દોષ સાધુઓ અને તેમના ડ્રાઇવરને મારી-મારી હત્યા કરવામાં આવી હતી. લિસ્ટ જાહેર કરતા પહેલા ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે,‘સીઆઈડીમાં એક ખાસ આઈજી સ્તરના અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે.

પરંતુ હું જણાવવા માંગું છું કે પોલીસે ઘટનાના માત્ર 8 કલાકની અંદર 101 લોકોની ધરપકડ કરી છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓના નામ જાહેર કરી રહ્યા છીએ. આ લિસ્ટમાં કોઈ મુસ્લિમ નથી.. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ દ્વારા આ યાદી તેમના ટ્ટિવર પેજ પર શેર કરવામાં આવી હતી..

Share This Article