બનાસકાંઠામાં ગુટખા અને તમાકુની કાળાબજારી

admin
1 Min Read

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશ લોકડાઉંન છે. તો લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓવાળી દુકાન ખુલ્લી રાખવા માટે સરકારે આદેશ કર્યા હતા. તેવામાં બનાસકાંઠાનાં ધાનેરામાં કેટલાક વેપારીઓ કાળાબજારી કરી રહ્યા છે અને ૧૦૦ થી ૧૨૫ રૂપિયાની ગુટખા હતી, તે ગુટકા ૫૦૦ થી ૬૦૦ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે.

કેટલાક વેપારીઓ ગોડાઉનમાં સંગ્રહ કરી રહ્યા છે, તો કેટલાક વેપારીઓ ગુટકા પોતાના ઘરે લઈને સંગ્રહ કરે છે અને વહેલી સવારથી જ વેપાર શરૂ કરે છે. આવા વેપારીઓ સામે ધાનેરાનું સ્થાનિક તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેવામાં ધાનેરા ગંજ રોડ પર આવેલા અંબિકા શોપિંગમાં એક વેપારી પોતાના ગોડાઉન ખોલી ગુટકા વેચી રહ્યો હતો.

સમગ્ર ઘટનાની સ્થાનિક તંત્રને જાણ કરતા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે આવી હતી અને તમાકુ જપ્ત કરી વેપારીની શોધખોળ હાથ ધરી હતી.

Share This Article