એરફોર્સ ચીફે તેજસમાં ભરી ઉડાન

admin
1 Min Read

ભારતીય વાયુસેનાને સ્વદેશી તેજસ ફાઈટર એરક્રાફ્ટની બીજી સ્કવોડ્રન મળી ગઈ છે. વાયુસેના અધ્યક્ષ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કોયંબતુર પાસે સુલુરમાં 18 સ્ક્વોડ્રનમાં નવા તેજસ એરક્રાફ્ટ સામેલ કર્યાં હતા.

આ સ્ક્વોડ્રનને ફ્લાઈંગ બુલેટ્સના નામે પણ ઓળખવામાં આવે છે. એરફોર્સ ચીફે પોતે તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ પોતાના હળવા લડાકુ વિમાન તેજસને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી ખરીદ્યા છે.

નવેમ્બર 2016મા વાયુસેનાએ 50,025 કરોડ રૂપિયામા 83 તેજસ માર્ક 1ઈની ખરીદીને મંજૂરી આપી હતી. આ ડિલ પર છેલ્લી ડિલ લગભગ 40 હજાર કરોડ રૂપિયામા થઇ હતી એટલે કે પાછળની કિંમત કરતા લગભગ 10 હજાર કરોડ રૂપિયા કરતા ઓછામા થઇ. તેજસ વિમાન હવાથી હવામા અને હવાથી જમીન પર મિસાઇલથી હુમલો કરી શકે છે. એમા એન્ટિશીપ મિસાઇલ, બૉમ્બ અને રોકેટ પણ લગાવવામા આવી શકે છે.

Share This Article