છોટાઉદેપુર પંથકમાં તાલિબાની સજાનો વિડિયો વાયરલ

admin
1 Min Read

છોટાઉદેપુર પંથકમાં આદિવાસી સમાજની એક મહિલાને જાહેરમાં માર મારતો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. વીડિયો ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયો અંગે છોટાઉદેપર પોલીસે તપાસ શરુ કરી છે.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વિડિઓ છોટા ઉદેપુર તાલુકના બીલવાંટ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. વાઇરલ વીડિયોને આધારે પોલીસે ગામમાં પહોંચીને તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તેને જોઈને ભલભલા હચમચી જાય તેમ છે. માર મારવા દરમિયાન યુવતી દર્દનાક ચીસો પાડી રહી છે, તેમ છતાં એક પછી એક યુવક તેને ડંડાથી ફટકારી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેટલાક લોકો મહિલાને તાલીબાની સજા આપી રહ્યા છે. આ વીડિયો ગુજરાત-MPના સરહદી વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

https://twitter.com/schintan19882/status/1265547295644319744?s=20

Share This Article