અજય દેવગણ છે રોહિત શેટ્ટીનો બોસ

admin
1 Min Read

અજય દેવગણની 100મી ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વોરિયર’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ માટે ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ અજયને અભિનંદન આપ્યા અને સાથે જ એક કિસ્સો પણ શેર કર્યો. તેણે મજાકના અંદાજમાં ખુદને દેવગણ ફિલ્મ્સનો એમ્પ્લોય ગણાવ્યો અને કહ્યું હું અજયને બોસ કહું છું. ખાસ વાત એ છે કે આ ફિલ્મની સાથે અજયે ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પણ પૂરા કરી લીધા છે……….

રોહિતે કહ્યું કે મારો અને અજયનો સંબંધ અમુક શુક્રવાર પૂરતો નથી, પરંતુ બે જનરેશનનો છે. તેણે અજયને શુભેચ્છા પણ આપી. રોહિતે પોતાની સફળતાનો શ્રેય પણ અજયને આપ્યો………..રોહિતે ખુદને અજયનો કર્મચારી ગણાવી કહ્યું કે, ‘અહીંયા હું ડિરેક્ટર તરીકે નથી આવ્યો. હું દેવગણ ફિલ્મ્સનો જૂનો એમ્પ્લોય છું.’ રોહિતે ડિરેક્ટર તરીકે 2003માં આવેલ ફિલ્મ ‘જમીન’થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, અભિષેક બચ્ચન અને બિપાશા બાસુ હતાં……..વાત કરીએ ફિલ્મ તાનાજી તો આ ફિલ્મમાં અજય દેવગણ,કાજોલ,સૈફ અલી ખાન જોવા મળશે……

Share This Article