ટેસ્ટ ટીમનો ઉપ સુકાની અજિંક્ય રહાણે બન્યો પિતા

admin
1 Min Read

ભારતીય ટેસ્ટ ટીમના ઉપસુકાની અજિંક્ય રહાણેના ઘરે દિકરીનો જન્મ થયો છે. સોમવારે રહાણેએ પોતાના ઓફિશ્યલ સોશિયલ મીડિયા પેજ પર પોતાની દિકરી અને પત્ની સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે રહાણેએ કેપ્શનમાં હેલ્લો લખ્યું હતું.

ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર હરભજન સિંહે શનિવારે સોશિયલ મીડિયા પર અજિંક્ય રહાણેને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, પિતા બનવા બદલ રહાણેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આશા છે કે માતા અને દિકરીની સ્વસ્થ રહે. અજિંક્ય રહાણે તારી જીંદગીનો સૌથી સારો તબક્કો હવે શરુ થશે. ઉપરાંત ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ રહાણેને શુભકામનાઓ આપતા કહ્યું હતું કે, પહેલી વાર માતા પિતા બનવાનો આનંદ છે તેની સરખામણી ન થઈ શકે. તમે ખૂબ મજા કરો અને ડાઈપર બદલવાની નાઈટ વોચમેનની નવી ભૂમિકાનો આનંદ માણો. જણાવી દઈએ કે રહાણેએ બાળપણની મિત્ર રાધિકા ધોપાવકર સાથે  5 વર્ષ પહેલા 26 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

 

Share This Article