સાનિયા મિર્ઝાએ બહેનના લગ્નને લઈને કર્યો ખુલાસો

admin
1 Min Read

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાની બહેન અનમ મિર્ઝાના લગ્નને લઈને કન્ફર્મ કર્યું હતું કે, તેની બહેનના લગ્ન ભારતીય પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદીનના દિકરા અસદ સાથે થશે. અને ડિસેમ્બરમાં બંન્ને લગ્ન ગ્રંથીથી જોડાઈ જશે. જોકે સાનિયાના કન્ફર્મેશન પછી બંન્નેના સંબંધોને લઈને ચાલી રહેલી અફવાહનો અંત આવ્યો છે. સાનિયાએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, હાલમાં અમે પેરિસમાં તેની બેચલર ટ્રિપ પૂરી કરીને આવ્યા છે. અમે અસદ-અનમના સંબંધોને લઈને ખૂબ જ ખુશ છીએ.

સાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અનમ ખૂબ જ પ્રેમાળ છોકરા સાથે લગ્ન કરી રહી છે. જેનું નામ છે અસદ. જણાવી દઈએ કે અનમ અને અસદ એકબીજાને ખૂહ જ લાંબા સમ.થઈ ડેટ કરી રહ્યા હતા. અને આ કપલ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વાર ફોટોઝ શેર કરતા જોવા મળે છે.

Share This Article