પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારનો ફોન વાગતા અક્ષયે કર્યો પ્રેન્ક

admin
1 Min Read

અક્ષય કુમાર પોતાના એક્શન અંદાજની સાથે સાથે પ્રેન્ક્સ માટે પણ જાણીતાં છે. હાલ તે પોતાની ફિલ્મ મિશન મંગલના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને તે પોતાની સ્ટાર કાસ્ટને જાણે કે ઇન્ડિયા ટૂર પર નીકળ્યા છે જ્યાં તે જુદી જુદી જગ્યાએ જઈને લોકોને આ ફિલ્મ વિશે જણાવે છે. તાજેતરમાં જ આ ફિલ્મને લઈને અક્ષય કુમારે નિર્દેશક જગન શક્તિ અને પોતાના ફિમેલ કો સ્ટાર સાથે એક પ્રેસ કૉન્ફરન્સ અટેન્ડ કરી હતી. આ પ્રેસ કૉન્ફરન્સનો એક મજેદાર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થતાં આ એક વીડિયોમાં જોવા મળ્યું છે કે મીડિયા સાથે વાતચીત દરમિયાન અક્ષયની સામે રહેલા એક રિપોર્ટરનો ફોન વાગવા લાગ્યો, એવામાં અક્ષય પોતે ફોન ઉપાડીને તેનો જવાબ આપી દીધો.અક્ષયે કહ્યું, “હેલો નમસ્કાર. અમે અહીં પ્રેસ કૉન્ફરન્સમાં છીએ. હું અક્ષય કુમાર વાત કરું છું.” ત્યાર બાદ અક્ષયે ફોન કાપીને ફરી તેની જગ્યાએ મૂકી દીધો. અક્ષયના આ વર્તનથી ત્યાં રહેલા બધાં દંગ રહી ગયા અને જોર જોરથી હસવા લાગ્યા.

Share This Article