દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા છે. ત્યારે દારુબંધીના આ વાકયુદ્ધ વચ્ચે ગુજરાતમાંથી દારુ પકડાવાનો સિલસિલો યથાવત છે. જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જંત્રાણ ગામ પાસેથી પસાર થઈ રહેલા એક થ્રી વ્હીલ ટેમ્પોને પોલીસે અટકાવ્યો હતો. જેમાં તપાસ કરતાં અંદરથી વિદેશી દારુનો જથ્થો મળ્યો હતો. પોલીસે 22500ની કિંમતના વિદેશી દારુ સાથે બે લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીહતી. મળતી માહિતી મુજબ, જંબુસરના કાવી પોલીસ મથકનો સ્ટાફ જંત્રાણ ચોકડી ઉપર વાહન ચેકિંગમાં હતો.આ દરમિયાન એક થ્રી વ્હીલ ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે થ્રી વ્હીલ ટેમ્પો નંબર પલેટ વગરનો ત્યાંથી પસાર થતાં તેને પોલીસે રોક્યો હતો. તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ 180 ક્વાટરીયા તેમજ 115 નંગ બિયર મળી આવી હતી. પોલીસે સાથે જ થ્રી વ્હીલ ટેમ્પો મળી કુલ અંદાજે 2 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કરી બે લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -