‘ઈન્શાહઅલ્લાહ’માં આલિયા ભટ્ટ

admin
1 Min Read

પાછલા કેટલાક સમયથી આલિયા ભટ્ટના કામને લોકો ખુબ પસંદ કરી રહયા છે. આલિયા પાસે અત્યારે બ્રહ્માંસ્ત્ર અને સડક 2 જેવી ફિલ્મો છે. અને થોડા સમય પહેલા જ સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મ ‘ઇન્શાહઅલ્લાહ’ માટે આલિયાને સાઈન કરી છે. આ ફિલ્મમાં પહેલી વાર આલિયા સલમાન ખાન સાથે જોવા મળશે.

આલિયાને આ ફિલ્મ માટેની ખબર મળતા તે ખુબ ખુશ થઈ ગયી હતી અને તે એક ખુણામાં જઈ ખુશીથી ઉછળવા લાગી હતી. આલિયાને જયારે આ ફિલ્મની ઓફર થઈ ત્યારે તે મુંબઈમાં ન હતી પણ વિદેશમાં હતી અને તેને આ વાત પર વિશ્વાસ થતો ન હતો. આલિયા અત્યારે પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહી છે. અને તે જલ્દી ફિલ્મ ‘ઇન્શાહઅલ્લાહ’ નું શુટિંગ શરુ કરશે. અને આ બે ફિલ્મો સાથે આલિયાનું વર્ષ ખુબ જ ખાસ જવાનું છે. આલિયાએ કહ્યું હતુ કે તે પહેલી વાર સંજય લીલા ભણસાલી,સલમાન ખાન, રણબીર કપુર,અયાન મુખરજી, અમિતાભ બચ્ચન અને તેના પિતા મહેશ ભટ્ટ જેવા સ્ટાર્સ અને ડાઈરેકટર્સ સાથે કામ કરવા જઈ રહી છે. અને તેના માટે આલિયા ખુબ જ ઉત્સાહિત છે.

Share This Article