સામાન્ય રીતે આમળાના ફળો કાચા ખાવામાં ઘણાં ખાટા અને તુરાશ પડતાં લાગે છે. આ ફળો એકી સાથે એકથી વધારે ખાવામાં આવે તો દાંત અંબાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળે છે. આમળામાં વિટામીન સી થી ભરપૂર હોય છે. તેના સેવનથી લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, હૃદયના રોગ, વગેરે જેવી અનેક બિમારીમાં ફાયદો થઈ શકે છે. આમળા ખાવાથી મેદસ્વીપણું પણ દૂર થાય છે અને સમય પહેલા વૃદ્વાવસ્થાને રોકવામાં પણ આમળા મદદરૂપ બને છે. બ્યૂટીને લગતી અનેક સમસ્યાઓમાં પણ આમળા ઘણા મદદરૂપ છે. રોજ આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. તેમાં રહેલા એમિનો એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ્સના કારણ તે હૃદય માટે ફાયદાકારક છે. આમળામાં ૨૦ નારંગી બરાબર વિટામિન્સ સી રહેલું છે. જે શરીરને સ્વચ્છ બનાવવાની સાથે સુંદર પણ બનાવે છે. લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. અને શરીર માટે રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. તેમજ આમળામાં વિટામીન એ પણ જોવા મળે છે. જે આંખની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો સ્વભાવ ઠંડો છે તેથી શરીરની ગરમીને તે દૂર કરે છે. અને ઇન્ફેક્શનને પણ દૂર કરે છે. પરંતુ એસીડીટી દરમિયાન આમળાનો ઉપયોગ ટાળવો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
