રહેવા માટે સૌથી સારા શહેરોમાં બેંગલુરુ અને શિમલા ટોપ પર

admin
1 Min Read

દેશમાં ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં રહેવા માટે બેંગલુરુ સૌથી બેસ્ટ શહેર બની ગયું છે. આ યાદીમાં અમદાવાદ ત્રીજા સ્થાને છે, જ્યારે સુરત પાંચમાં સ્થાને છે, પરંતુ બરેલી, ધનબાદ અને શ્રીનગર છેલ્લા ક્રમાંકિત શહોરમાંના એક છે. આ વાત શહેરી વિકાસ વિભાગ તરફથી તૈયાર કરાયેલ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ૨૦૨૦માં કહેવામાં આવી છે.

દસ લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં શિમલા પ્રથમ સ્થાને છે અને બિહારનો મુઝફ્ફરપુર છેલ્લા નંબરે આવે છે. આ યાદીમાં કુલ ૧૧૧ શહેરોની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે.

પ્રથમ વખત ૨૦૧૮માં આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવી હતી. ગવર્નેન્સ, આઇડેન્ટિટી એન્ડ કલ્ચર, એજ્યુકેશન, હેલ્થ, સેફ્ટી, ઇકોનોમી, અફોર્ડેબલ હાઉસિંગ, લેન્ડ યુઝ પ્લાનિંગ, ઓપન સ્પેસ, ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી જેવા ૧૫ માપદંડોને આધારે આ રેન્કિંગ આપવામાં આવે છે. શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, ભારતનો આર્થિક ગ્રોથ તેના શહેરોના વિકાસથી પણ દેખાય છે. હાલ ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ભારતમાં જેવી રીતે ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે આવનારા ત્રીસ વર્ષમાં દેશની ૫૦ ટકા વસતી શહેરોમાં હશે.

Share This Article