સુરત : સુરતમાં સ્કૂલ બેગ બાળક માટે બની મોતનું કારણ

admin
1 Min Read

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે દરેક વાલીઓ માટે ચેતવણીરુપ સમાન છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક બાળક સ્કૂલ બેગ સાથે રમી રહ્યો હતો જોકે આ દરમિયાન રમત રમતમાં ફાંસો લાગી જતા તેનું મોત નિપજ્યુ હતું.  મળતી માહિતી મુજબ, સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામકરતાં નેબુલાલ રાજભર અને તેમની પત્ની મજૂરી કામ અર્થે બહાર ગયા હતા.

 

 

 

 

 

આ દરમિયાન ઘરમાં રમતા રમતા દીવાલ પર લટકેલી બેગમાં માથું નાખીને ગોળ ગોળ ફરવામાં બાળકને ફાંસો વાગી જતા તેનું કરુણ મોત થયું હતું. જોકે ઘટનાની જણકારી પાડોશીએ પરિવાર અને પોલીસને આપી હતી. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ બાળકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો

Share This Article