પંચમહાલ : કાલોલ જેતપુર બસસ્ટેન્ડ પાસે એક્ટીવા અને બાઈક અથડાતાં એક ઈજાગ્રસ્ત, બાઈક ચાલક ફરાર

admin
1 Min Read

કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસેથી જેતપુરના એક ખેડુત એક્ટીવા લઈ ખેતરમાં જતાં હતાં.  આ સમય દરમ્યાન સામેથી પુરઝડપે આવતા એક મોટર સાયકલ ચાલકે બાઈકનું સંતુલન ગુમાવી દેતાં ખેડુતની એક્ટીવાને સામેથી અફડાવી દેતાં બંન્ને બાઈક જમીન ઉપર પડી ગઈ હતી.  નજીકના જેતપુર ગામના ખેડૂતની એક્ટીવા બાઈક અથડાતાં ખેડુતની એક્ટીવા સ્લીપ ખાઈ જતાં ખેડુતને પગે નાળાના ભાગે અને શરીર પર ઓછી વધતી ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે બાઈક ચાલક તકનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

 

 

 

જે ઘટનાં સ્થળેથી પસાર થતા એક રાહદારી એ તાત્કાલીક ૧૦૮ને ફોન કરી સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની જાણ તેનાં પરીવારને કરતાં ઈજાગ્રસ્તના પરીવાર જણોએ એક્સીડન્ટ કરનાર મોટરસાયકલ જી.જે.૧૭.બી.આર‌‌.૧૦૧૫ના અજાણ્યા ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જેની કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article