અમરેલી : વડિયાના મોરવાડા ગામે 75 વર્ષના વૃધાને માર્યો ઢોરમાર

admin
1 Min Read

વિભક્ત કુટુંબ વ્યવસ્થાના અભિશાપ રૂપે ઘરડાઘરોનો જન્મ થયો અને હવે સામાજિક સંસ્થાઓ તો ઠીક પણ સરકારે પણ આ વિષયની ચિંતા કરવાની જરૂર પડી. હાલમાં ચાલી રહેલાં ચાર સરકારી ઘરડાઘરો બાદ હવે 10 નવા ઘરડાઘરો ઉભા કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે. આ ઉપરાંત ઘરડાઘર ધરાવતી સામાજિક સંસ્થાઓને પણ ગ્રાન્ટની રકમમાં વધારો કરવાની તૈયારી દર્શાવી છે. તો આવી રીતે સરકાર વૃદ્ધ લોકોની મદદે આવી રહી છે. તો બીજી બાજુ અનેક જગ્યાઓ પર વૃદ્ધોને માર મારવાના પણ બનાવો સામે આવતા હોય છે. અમરેલી-વડિયાના મોરવાડા ગામે 75 વર્ષના વૃદ્ધાને ઢોર મારવામાં આવ્યો છે. રોડ પર છાણ વીણવા જેવી નજીવી બાબતે વૃદ્ધને ઢોર મારવામાં આવ્યો છે. ઢોર માર મારવાના લીધે વૃદ્ધાના હાથ અને પગે ફ્રેક્ચર થઇ ગયા છે. ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે વૃદ્ધાની તબિયત વધુ લથડતા જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

Share This Article