મહીસાગરમાં હાઇવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે પર મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રાતદિવસ વાહનોથી ધમધમતા રોડ પર ખાડાઓ જીવલેણ સાબિત થઇ શકે તેમ છે. તો પણ સ્થાનિક તંત્રની આંખ ઉઘડતી નથી.રસ્તો નવો બનાવવાની વાત તો દુર રહી પણ રોડનું સમારકામ કરવાની તંત્રને ફુરસદ નથી. મસમોટા ખાડાઓ અકસ્માતને નોતરી શકે તેમ છે. એલ એન્ડ કંપની દ્રારા રોડ પરથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ટેકસ વચૂલવામાં આવે છે. પરંતુ આ મોતના ખાડાઓના સમારકામનું કંપની નામ લેતી નથી. જેથી આ રોડ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.હાલોલ શામળાજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. દેગમડા ગામે બાઇક સવાર મહિલાને ટ્રકચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.મહિલાના મોતને લઈને પરિવારજનોએ હોબાળો કરી હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના પરિવારજનોને સમજાવી ચક્કાજામ દૂર કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

Share This Article