અમરેલી : જાફરાબાદમાં રમજાન માસ નિમિતે મિટિંગ યોજાઈ

admin
1 Min Read

ઇસ્‍લામ ધર્મના પવિત્ર પાંચ સ્‍તંભ પૈકી એક ‘‘રોઝા” રાખવાનો આખા મહિના ‘‘રમઝાન” માસ શરૂ થઇ ગયો છે ત્યારે મુસ્‍લિમ સમાજમાં આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ છવાઇ જવા પામ્‍યો છે. તેવામાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પી આઈ શર્મા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ રમજાન માસ નિમિતે રાખવા માં આવી હતી.

જેમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી નવી ગાઈડલાઇન મુજબ રમજાન માસની નમાઝ લોકો પોતાના ઘરમાંજ પઢવામાં આવે અને મજઝિદ મોલાના એમના નિયમ અનુસાર સમયે નમાઝ પઢે તેમજ અન્ય લોકો ભેગા ન  થાય તેનું ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારશ્રીના આદેશ મુજબ માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ પાલન કરવું અને કામ વગર લોકો ઘરથી બહારના નીકળે જેથી કરી કોરોનાનું સંક્રમણને રોકી શકાય તેવા જરૂરી સુચનો કર્યા હતા.

Share This Article