પંચમહાલ : કાલોલના લધુમતી વિસ્તારમાં રમજાન માસમાં નિયમિત સાફ સફાઈ કરવા સ્થાનિક સભ્યોની રજૂઆત

admin
1 Min Read

કાલોલ વોર્ડ નં 6ના સ્થાનિક કાઉન્સિલર શકીલભાઇ વાઘેલા સહિત સાથી સભ્યોએ કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાયને રજુઆત કરી જણાવ્યું હતું કે,  મુસ્લિમોનો સૌથી મોટો અને પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે.  ત્યારે જ્યાં પ્રાર્થના ઇબાદત થતી હોય તે જગ્યા અને વિસ્તારમાં સ્વચ્છતા જરૂરી છે.  જેમાં મોટા ઘાંચી ફળીયા,  કાનાવાગા, મોગલવાળા, ટીમલી ફળિયા, ઓડવાળા સહિત કસ્બા વિસ્તારના તમામ વિસ્તારોમાં ગંદકી ખૂબ જ જોવા મળે છે.

 

 

તેવી સ્થાનિક સભ્યોની રજુઆત લઈ પાલીકા પ્રમુખે તાત્કાલિક ગતરોજ મોગલવાળા વિસ્તારમાં સફાઇ કર્મીઓને મોકલી સાફ સફાઇ કરી ગંદકી દૂર થતાં સ્થાનિક રહીશોએ ખુશી વ્યક્ત કરીને રમજાન માસમાં આવી જ રીતે નિયમિત રીતે બધાંજ મુસ્લિમ વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ મારતી ગટરોની તાકીદે સાફ સફાઈ કરાવી સાચા અર્થમાં સ્વચ્છ ભારત મિશનનું કામ કરે તેવી માંગ સ્થાનિકમાં ઉઠી છે.

Share This Article