દાહોદ : દાહોદમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ

admin
1 Min Read

દાહોદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ ખૂબ જ જરુરી છે. જોકે તેમ છતાં ઘણા વિસ્તારોમાં લોકો હજી પણ આ નિયમોનું પાલન કરી રહ્યા નથી. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 7ના મહિલા કાઉન્સિલર આ માટે મેદાને આવ્યા છે.

મહિલા કાઉન્સિલર શ્રદ્ધાબેને શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સામે લોકોને જાગૃત કરવાનું બીડુ ઝડપ્યુ છે. તેઓ પોતે રીક્ષામાં સવાર થઈને માઈક દ્વારા લોકોને માસ્ક પહેરવા અને મોટી ઉંમરના લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત માસ્ક વિના ફરતા લોકોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.

Share This Article