અમરેલી : કુંકાવાવ સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક પલ્ટો આવતા વરસાદ પડ્યો

admin
1 Min Read

ચોમાસાને હજુ વાર છે તેવા સમયે અગાઉ અમરેલી પંથકમા વાવાઝોડામાં ભારે વરસાદ વરસ્યા બાદ ફરી આકારો ઉનાળો શરૂ થઇ ગયો હતો. પરંતુ વધુ એક વખત વાતાવરણમા બદલાવ આવતા કુંકાવાવ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જ્યાં અમરેલી, બાબરા, કુંકાવાવમા ઝાપટા વરસ્યા હતા. કુંકાવાવ પંથકમા સવારથી આકરો તાપ અનુભવતો હતો. પરંતુ વરસાદી વાદળો ચડી આવતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

જેમાં હવો વરસાદ વરસ્યો હતો અને પવન પણ ફૂંકાયો હતો તો બીજી તરફ બાબરા પંથકમા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો… તેવામાં ચોમાસાને હજુ ઘણો સમય બાકી છે પણ તે પહેલા પ્રોમોન્સુન એક્ટીવીટી શરૂ થઇ છે. તો વરસાદ શરૂ થતાં ખેડૂતોને ઉનાળું વાવેતર પાક થોડો ઘણો બચ્યો છે તેમા પણ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે …

Share This Article