અમરેલી : ધારીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષના એક વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભારતીય જનતા પાર્ટીમાં એક સફળ વર્ષ પૂર્ણ થયું છે જેને લઈને અનેક જગ્યાએ તેમના કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ ધારીમાં સી.આર.પાટીલને ખૂબ ખૂબ અભિનંદન આપતા ઉજવણી કરવામાં આવી હતી. ધારી તાલુકા ભાજપ પરિવાર દ્વારા ધારી તાલુકા પંચાયત મા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ધારી બગસરા ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય અને ધારી યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભુવા સહિતના મહાનુભાવો તેમજ ધારી તાલુકા પંચાયત સ્ટાફ કર્મચારીઓ વગેરેએ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે સી. આર. પાટીલના અધ્યક્ષ બન્યા બાદ ચૂંટણીઓમાં પણ ભાજપનું પ્રદર્શન એકંદરે સારું રહ્યું છે અને હવે તેમની સમક્ષ સૌથી મોટો પડકાર 2022ની ચૂંટણીમાં મોટી જીતનો રહેશે.

Share This Article