બનાસકાંઠા : પાલનપુર પાલિકા ઓક્સીડેશન પ્લાન્ટ નાખશે અને ગંદુ પાણી આકેસણમા ઠાલવશે

admin
1 Min Read

પાલનપુર નગરપાલિકાના ઓક્સીડેશન પોન્ડ મામલે ગ્રામ પંચાયત અને ગ્રામજનોની ઉપરવટ જઈ પાલનપુર પાલિકા ઓક્સીડેશન પ્લાન્ટ નાખશે અને પાલનપુરનું ગંદુ પાણી આકેસણમા ઠાલવશે…પાલનપુર તાલુકા ના સદરપુર ગામની જગ્યાએ આકેસણ ગામે ઓક્સીડેશન પોન્ડ બનાવી ગ્રામજનો ના આરોગ્ય ને ખતરા મા નાખવાનો પેતરો છે. ઓક્સીડેશન પોન્ડમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ થશે જેમાં ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં હશે…

જોકે ગ્રામ પંચાયત અને ગ્રામજનોની ઉપરવટ જઇને શ્રી સરકાર જગ્યાને મંજુર કરી અને ગંદા પાણીના નિકાલ માટેની પ્લાન્ટની મંજુરી આપતા ગ્રામજનો ખફા છે.. પરંતુ ગ્રામ પંચાયતની ઉપરવટ જઇને ગ્રામજનોના આરોગ્યને હાની પહોંચાડવાનો પેતરો થઈ રહ્યો છે.આકેસણ ગામની ગામ વનની 28000 ચોરસ મીટર જમીન પાલનપુર પાલિકાને ભૂગર્ભ ગટરના એસ.ટીપી માટે સરકારે ફાળવી હતી આકેસણ ગામમાં ફાળવેલ જગ્યામાં ઉભા છે 2500 જેટલા વૃક્ષ છે જેનું નિકંદન થનાર છે જેને લઈ વૃક્ષોનું ફોરેસ્ટ વિભાગ દ્વારા માર્કિંગ કરાયું છે ઓક્સીડેશન પોન્ડ માટે વૃક્ષોનું કટિંગ થશે

Share This Article