અમરેલી : સાવરકુંડલા પાલિકા કચેરી ખાતે આપ પાર્ટીનું હલ્લાબોલ

admin
1 Min Read

આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જીલ્લા પંચાયત માં જોરદાર પ્રદર્શન કર્યું છે.તો આપ પાર્ટીએ ગુજરાત આગામી વિધાનસભા ચુંટણીઓ ની તૈયારી ઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નગરપાલિકામાં હલ્લા બોલ કરવામાં આવ્યું હતું. જેમાં આપ પાર્ટીએ પાલીકા કચેરી ખાતે રામધૂન બોલાવી હતી.

તો આ હલ્લાબોલ દરમિયાન આપ પાર્ટીના પ્રમુખને પાલિકા પ્રમુખ પતિ વચ્ચે થઈ ચકમક થઇ હતી જેમાં પાલિકા પ્રમુખ ગેરહાજર હોવાથી હોબાળો આપ પાર્ટીએ મચાવ્યો હતો. ઘરવેરા સહિતના વેરા માફ કરવા આવેદનપત્ર પાઠવા આવેલ આપ પાર્ટીએ પાલિકા પ્રમુખ ગેરહાજર રહેતા વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ દરમિયાન પાલિકા કચેરી ખાતે પોલીસ પણ દોડીઆવી હતી અને પાલિકાના ઉપપ્રમુખએ આવેદનપત્ર સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.

Share This Article