દાહોદ : LCB પોલીસે માઉઝર પિસ્ટલ સાથે એક આરોપીને ઝડપી લીધો

admin
1 Min Read

દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડે બાતમી મળતાં નાનસલાઇ પીકઅપ સ્ટેન્ડ પાસેથી માઉઝર, એક કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. 18,250 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી યુવક સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ LCB પીઆઇ બી.ડી. શાહ, પીએસઆઇ પી.એમ.મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ.એ.સિસોદીયાને ઝાલોદ તાલુકાના નાનસલાઇ પીકઅપ સ્ટેન્ડ પાસે શેરડી રસ ઘરની આજુબાજુમાં ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ એક યુવક ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાની ફિરાગમાં ફરતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે તપાસ કરવા જતાં પોલીસને જોઇ એક વ્યક્તિ આમ તેમ થતાં પોલીસે કોર્ડન કરી તેને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં પોતાનું નામ ઝાલોદના નાનસલાઇનો પ્રજેશકુમાર અશ્વિનભાઇ પટેલ જણાવ્યું હતું. જ્યારે તેની અંગઝડપી કરતાં તેની પાસેથી પેન્ટના કમરના ભાગે ખોંચી રાખેલ દેશી હાથ બનાવટનું માઉઝર (પિસ્ટલ) મળી આવ્યું હતું. તેમજ ખિસ્સામાંથી એક કારતૂસ તથા એક ફોન અને 200 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. યુવક પાસેથી 15,000ની કિંમતની પિસ્ટલ, એક મોબાઇલ કિંમત રૂા.3000 તથા એક કારતૂસ કિંમત રૂા.50 મળી કુલ 18,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

Share This Article