અમરેલી- જુના માલકનેસ ગામમાં અમરેલી LCB ત્રાટકી

Subham Bhatt
1 Min Read

Amreli- Amreli LCB struck in old Malkness village

રાજયમાં ગેર કાનૂની પ્રવૃતિઓનું પ્રમાણ વધ્યું છે. રાજયમાં ચોરી, લૂંટ, દારૂની હેરાફેરી તેમજ જુગારજેવા કર્યો ચાલી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ આવી પ્રવૃતિઓ પર પોલીસ દ્વારા રેડ કરવામાંઆવી છે. ત્યારે વધુ એક વખત પત્તા પ્રેમીઓ પકડાયા છે. અમરેલી જિલ્લાના ખાંભાના જુના માલકનેસગામમાં અમરેલી LCB ત્રાટકી હતી. જુના માલકનેસના મફતપરા વિસ્તારમાં LCBએ દરોડો પાડ્યો હતો. જેમાં અમરેલી LCB એ 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. રોકડ અને મોબાઈલ સાથે 65 હજારનો મુદ્દામાલ અમરેલી LCBએ કબજે કર્યો છે. ખાંભા પોલીસ મથકમાં 11 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Share This Article