અમરેલી : રાજુલા વિસ્તારના વાતાવરણમાં પલટો

admin
1 Min Read

ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. વાવાઝોડાના સંકટને જોતા અગમચેતીના ભાગરુપે તંત્ર દ્વારા દરિયાકાંઠાની આસપાસન વિસ્તારોનું સ્થળાંતર કરાઇ રહ્યુ છે. તેવામાં હાલ અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. રાજકોટ, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ગમે તે ઘડીએ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીના રાજુલા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં આજે પવનની ગતિમાં વધારો થયો છે. વાવાઝોડાની અસરને પગલે પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે અને પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ચુકી છે. તો બીજી બાજુ તાઉ-તે વાવાઝોડાની આગાહીના પગલે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે, રાજુલા અને જાફરાબાદ બંને મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. દરિયાકાંઠાના 3 કિમી વિસ્તારમાં આવેલા 23 જેટલા ગામડાઓ માટે ખાસ ટીમની રચના કરી દેવામા આવી છે.

Share This Article