પંચમહાલ : તૌકતે વાવાઝોડાને પગલે વાતાવરણમા અચાનક પલટો

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના શહેરાનગર અને તાલૂકામાં વાતાવરણમા અચાનક પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના દરિયાકિનારામાં ઊભા થયેલા તૌકતે વાવાઝોડાના પગલે જીલ્લામાં પણ તેની અસર જોવા મળી છે.જીલ્લામાં ધુળની ડમરીઓ સાથે આકાશમાં વાદળોનુ સામાજ્ય છવાઈ જવાની સાથે વરસાદી છાંટા પણ પડ્યા હતા.વાતાવરણના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. પંચમહાલ જીલ્લામાં પણ ગૂજરાતના દરિયામાં ઉભા થયેલા તૌકટ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

જેના પગલે બપોરના સમયથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કાળા દિબાંગ વાદળો ઉમટી આવ્યા હતા.સાથે પવનનૂ જોર પણ વધ્યુ હતૂ,વાતાવરણમા પલટાને સાથે પાછલા દિવસોમા પડતી ભારે ગરમીથી રાહત પણ મળી છે.ભારે પવનના પગલે ધુળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી.ભારે પવનના કારણે વૃક્ષની ડાળીઓ પર નમી પડતી જોવા મળતી હતી.સાથે સાથે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતૂ,સાથે આંબા પરની કેરીઓના પાકને પણ નૂકશાન થયુ હતુ.પવનના લીધે કેરીઓ પણ ખરી પડી હતી.

Share This Article