અમરેલી : યાત્રાધામ ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

admin
1 Min Read

કોરોનાની મહામારી સામે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વહીવટી તંત્રના સતત પ્રયત્નો થકી સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં કોવિડ આઈસોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતથી વતનની વ્હારે આવેલા સાથી સેવાટીમના યુવા સેતુ ટ્રસ્ટની ટીમ અને ડો મહેશ પરવડીયા, ડો સાગર જોશી, પેરામેડીકલ ઝરખિયા પી એ સી સ્ટાફ ના સહયોગ થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તેમજ પૂજારી પરિવાર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ઉત્તમોત્તમ સુવિધા સાથે નિઃશુલ્ક કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.

ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કંચનબેન ડેર, ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના જીવનભાઈ હકાણી સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીના વરદહસ્તે દીપ પ્રાગટય કરી આરોગ્ય સેન્ટર ખુલ્લું મુકાયું હતું…તો બીજી બાજુ કોવિડ 19 સામે લડત આપતા આરોગ્ય કર્મચારી અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોક ભાગીદારી સાથે શરૂ કરેલ આઈસોલેશન માં સેવારત કોરોના વોરિયર્સ નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું

Share This Article