અમરેલી : જાફરાબાદની ખાડી પર આવેલો જુનો પુલ જર્જરિત

admin
1 Min Read

જાફરાબાદની ખાડી ઉપર જુનો પુલ છે આ પુલ વર્ષોથી ખુબજ ડેમેજ થયેલો છે જ્યારે આનંદીબેન પટેલ મંત્રી હતા ત્યારે રજુઆત કરવામાં આવી હતી. જાફરાબાદમાં નવો પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ જુના પુલનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી અને માણસો તેમજ નાના વાહનો, મોટર સાઇકલ, રીક્ષા માટે ચાલુ રાખવામાં આવ્યો છે પરંતુ હાલમાં આ પુલની મુલાકાત લેતા ૧૦૦ ટકા ડેમેજ થયેલો જોવા મળી રહ્યો છે…


આ પુલ તાત્કાલિક અસરથી માણસો માટે બંધ કરવામાં આવે અને ત્યારબાદ તેનું રિપેરીગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉના વર્ષોમાં દમણ ગંગા પરનો પુલ આનાથી સારી કંડીશન મા હોવા છતાં મોટી હોનારત થયેલી જેમાં ૪૦થી વધુ બાળકોના મોત થયેલા, ત્યારે આવી હોનારત ન થાય તે પહેલાં આ પુલ માણસો અને નાના વાહનો માટે બંધ કરવામાં આવે તેવી સરકાર શ્રીને વિનંતી કરી છે.. અને તાત્કાલિક અસરથી જુનો પુલ બંધ કરી નવા પુલ પરથી માણસો ને ચાલવાની વ્યવસ્થા કરવામાં આવે,…

Share This Article