અમરેલી : રાજુલાના ચાંચબંદર ગામનો બનાવ

admin
1 Min Read

અમરેલી જિલ્લાના રાજુલા પંથકના દરિયા કાંઠે ધીમે ધીમે સિંહ રહેવા લાગ્યા છે. અહીં પહેલાં દીપડાનો વસવાટ હતો, પરંતુ અહીં 24 કલાક ઠંડક ભર્યું વાતાવરણ હોવાથી સિંહને આ વિસ્તાર વધુ પસંદ આવી રહ્યો છે જેથી સિંહ પરિવાર પણ વસવાટ કરી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજુલાના દરિયા કાંઠે મોડી રાત્રે લટાર મારવા નીકળેલા સિંહ પરિવારમાંથી સિંહબાળ માછીમારીની જાળમાં ફસાઇ ગયું હતું. સિંહબાળ જાળમાં ફસાઇ જતાં સિંહણ એટલા વિસ્તારમાં આંટા મારી રહી હતી. જ્યારે વહેલી સવારે સ્થાનિકો દ્વારા વનવિભાગની ટીમને જાણ કરાતાં રાજુલા રેન્જ અને વિક્ટર રાઉન્ડના ફોરેસ્ટ ગાર્ડ સહીતની ટીમે ઘટના સ્થળે પહેંચી સિંહબાળને મુક્ત કરાવી માતા સાથે મીલન કરાવ્યું હતું.

 

 

મોડી રાત્રે સિંહ પરિવાર ચાંચબંદરના બી.પી.એલ મકાન પાસેથી નીકળતી વખતે સિંહબાળ માછીમારીની જાળમાં ફસાઇ ગયું હતું. વહેલી સવારે સ્થાનિકોએ સિંહબાળને જોયું તો ફફડી ઉઠ્યા અને પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીને જાણ કરી. ત્યારબાદ વિપુલ લહેરી અને ગામ લોકોએ રાજુલા વનિવભાગને જાણ કરતા રાજુલા રેન્જ અને વિક્ટર રાઉન્ડના ફોરેસ્ટ ગાર્ડ સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટિમો જાળ ફસાઇ ગયેલા સિંહબાળને બહાર કાઢી તાત્કાલિક તેની માતા સિંહણ સાથે મિલન કરાવ્યું હતું.

Share This Article