અમરેલી-કાળઝાળ ઉનાળામાં સિંહ રોડ કાંઠે આવ્યો

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્તગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાંહોય છે. ત્યારે વધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલીમાં કાળઝાળ ઉનાળામાં સિંહ રોડ કાંઠે આવ્યો હતો.

Amreli-Kalzhal came to the shore of Singh Road in summer

ખાંભાના ભાવરડી નજીક આશ્રમના અવેડે ડાલામથ્થો સાવજ પાણીપીવા આવ્યો હતો. ભાવરડીના જાગીર આશ્રમના અવેડે પાણી પીતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ થયોહતો. ગઈકાલે ઢળતી સંધ્યાએ વાહનોની પરવાહ કર્યા વિના સિંહે તૃષા છીપવી હતી. તરસ્યો સિંહ પાણીપી ને ખાંભા માર્ગના ડુંગરાળ વિસ્તારમાં જતો રહ્યો હતો. પાણી પીતા સિંહને જોવા વાહનચાલકો ઉમટયા હતા. પાણી પી ને સિંહ રોડ પરથી બિન્દાસ ચાલતો વીડિયો વાયરલ થયો છે.

Share This Article