અમરેલી-જંગલના રાજા સિંહ અને સિંહણનો ધીંગામસ્તી કરતો વિડીયો વાયરલ

Subham Bhatt
1 Min Read

જંગલના રાજા એવા સિંહ ભારતમાં ફક્ત ગીરના જંગલમાં જ વસવાટ કરે છે. ત્યારે આ સિંહ ખાસ કરીને અમરેલી અનેજુનાગઢ જીલ્લામાં વસવાટ કરતાં હોય છે. અમરેલી જિલ્લામાં સિંહના અવાર નવાર વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારેખાસ કરીને સિંહની મસ્તીનો અને શિકારના વિડીયો ખૂબ વાયરલ થતાં હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં વધુ એક વખતસિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી પંથકમાં જંગલના રાજા સિંહ અને સિંહણનો ધીંગામસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે.

Amreli-King of the Jungle Lion and the video of the lion roaring is viral

કાળઝાળ ઉનાળામાં સિંહ સિંહણ મસ્તીએ ચડ્યા હોય તેવુંવિડીયોમાં જોઈ શકાય છે. ઉનાળાના ભર બપોરે સિંહ બેલડી મોજ ભરી મસ્તીમાં વ્યસ્ત જોવા મળી હતી. 2 સિંહબાળ સંગાથે સિંહ સિંહણનો ગેલ ગમ્મત કરતો વીડિયો હીટ થયો છે. સિંહ સિંહણની મીઠી નોકજોકમોબાઈલ કેમરામાં કેદ થવા પામી છે. ધારી સફારી પાર્કનો વધુ એક અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article