અમરેલી : બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમા વાહનોની લાંબી લાઇનો લાગી

admin
1 Min Read

બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા વેચવા માટે વાહનોની લાંબી કતારો જાવા મળી રહી છે. બગસરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ચણા આપવા માટે આવી રહ્યાં છે ત્યારે ખેડૂતો દ્વારા ચણા વેચવા માટે લાઇનોમાં વાહનો જાવા મળી રહ્યાં છે.બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાના વેચવા માટે ખેડૂતો 2 દિવસથી માલ લઈને આવ્યા છે.ત્યારે ખેડૂતો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે ચોવીસ કલાક પછી વારો આજે આવશે..

જેમાં બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે 200 ખેડૂતો ચણા વેચવા માલ લઈને આવ્યા છે. તેવામાં માર્કેટિંગ યાર્ડ પડ્યું ટૂંકું પડયું હોય તેવી સ્થિતી જોવા મળી..માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં 10852 ખેડૂતોએનું રજિસ્ટ્રેશન થયું છે હાલમા તમામ ખેડુતોને મેસેજ કર્યો છે જેમાં અંદાજિત 30 ટકા ખેડૂતો હજી બાકી રહ્યા છે. તો બીજી બાજુ ખેડુતોને હાલ વરસાદના કારણે પોતાનો તૈયાર થયેલ માલ પલળી જવાની ભીતિ છે…

Share This Article